current affairs, ૨૬ જાન્યુઆરી , રાષ્ટ્રીય પ્રજાસત્તાક દિન - Swastik

(DSC) Digital Swastik Computer

Post Top Ad

Blogroll

Monday, February 10, 2020

current affairs, ૨૬ જાન્યુઆરી , રાષ્ટ્રીય પ્રજાસત્તાક દિન





દિવસ મહિમા : ૨૬ જાન્યુઆરી , રાષ્ટ્રીય પ્રજાસત્તાક દિન


71 મા પ્રજાસત્તાક દિવસની રાષ્ટ્રકક્ષાની ઉજવણી


26 જાન્યુઆરી,2020 ના રોજ સમગ્ર ભારતમાં 71માં પ્રજાસત્તાક પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી છે.
·           આ પ્રસંગે ભારતના રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિદે નવી દિલ્હી માં રાજપથ ખાતે તિરંગો લહેરાવી સલામી આપી હતી.

71 મા પ્રજાસત્તાક પર્વના મુખ્ય અતિથિ


ભારતમાં 71 મા પ્રજાસત્તાક પર્વના મુખ્ય અતિથિ તરીકે બ્રાઝિલના રાષ્ટ્રપતિ શ્રી જેર બોલ્સોનારો ઉપસ્થિતિ રહ્યા હતા.
·           શ્રી જેર બોલ્સોનારોની આ ભારત મુલાકાત દરમિયાન ભારત અને બ્રાઝિલ વચ્ચે 15 કરારો પર હસ્તાક્ષર થયા હતા.


71 મા પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી


26 જાન્યુઆરી,2020ના રોજ ગુજરાત માં 71 મા પ્રજાસત્તાક દિવસની રાજ્યકક્ષાની ઉજવણી ગુજરાતના રાજકોટ જિલ્લામાં કરવામાં આવી હતી.
·           આ પ્રસંગે ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતે  રાજકોટના રેસ કોર્ષ ગાઉન્ડ ખાતે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રુપાણીની ઉપસ્થિતિમાં રાષ્ટ્રધ્વજ લહેરાવી તેને સલામી આપી હતી.
·           રાજકોટ જિલ્લામાં પ્રજાસત્તાક પર્વની આ ઉજવણી અંતગર્ત 25 જાન્યુઆરી,2020ના રોજ રાજકોટ જિલ્લાના ગોંડલ ખાતે મહિલા સંમેલનનું આયોજન થયું હતું.
·           જેમાં મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ સંબોધન કયું હતું.
·           આ ઉપરાંત ગોંડલ ખાતે યોજાયેલા આ મહિલા સંમેલમાં એક સાથે 6882 ગંગાસ્વરૂપ બહેનોના પોસ્ટ ખાતા ખોલવાનો રેકોર્ડ પણ ‘ઇન્ડિયા બૂક’ માં નોધાયો હતો.
·           આ પ્રસંગે મુખ્યમંત્રી રૂપાણીએ શ્રી વિજયભાઈ ગોંડલ ખાતેથી ‘વ્હાલી દીકરી યોજના’નો લોગો પણ લોન્ચ ક્યોં હતો.

No comments:

Post a Comment

Post Top Ad