ગુજરાતમાં કચ્છના માંડવી ના દરિયા કિનારે ૧૩ ફેબ્રુઆરી,૨૦૨૦ થી બે મહિના સુધી માંડવી બીચ ફેસ્ટીવલનું આયોજન કરવામાં આવ્યું છે.
· આ અંતર્ગત ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ કચ્છના માંડવી ના દરિયા કિનારે માંડવી બીચ ફેસ્ટીવલ તથા ટેન્ટ સિટીનો શુભારંભ કરાવ્યો હતો.
· ગુજરાતના કચ્છના સફેદ રણ ઘોરડો ખાતે યોજાતા રણોત્સવને ભવ્ય પ્રતિસાદ સાંપડતા ગુજરાત પ્રવાસન નિગમ દ્રારા માંડવી ના દરિયા કિનારે આ બીચ ફેસ્ટીવલનું આયોજન કરવામાં આવ્યું છે.
· મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ કરેલી જાહેરાત અનુસાર ગુજરાતમાં હવે ઘોરડોના રણોત્સવની સાથે જ દર વર્ષ માંડવીમાં પણ બીચ ફેસ્ટીવલ તથા ટેન્ટ સિટીનું આયોજન કરવામાં આવશે.
No comments:
Post a Comment